
જજ કે મેજિસ્ટ્રેટ જેમા અંગત હિત ધરાવતા હોય તેવો કેસ
કોઇપણ જજ કે મેજિસ્ટ્રેટ પોતાના ન્યાયાલય ઉપર જે ન્યાયાલયમાં અપીલ થઇ શકતી હોય તે ન્યાયાલયની પરવાનગી સિવાય કે જે કેસમાં કે તે અંગે પોતે પક્ષકાર હોય અથવા જેમાં પોતે અંગત હિત ધરાવતા હોય તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરી શકશે નહી અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરી શકશે નહી અને કોઇ જજ કે મેજિસ્ટ્રેટ પોતે આપેલા ફેંસલા ઉપર કે કરેલા હુકમ ઉપર અપીલ સાંભળી શકશે નહી.
સ્પષ્ટીકરણઃ- કોઇ જજ કે મેજિસ્ટ્રેટ કોઇ જાહેર હેસિયતથી કેસ સાથે સબંધ ધરાવતા હોવાના જ કારણે અથવા જયાં સુધી ગુનો થયાનું કહેવાતું હોય તે સ્થળનું અથવા જે બીજા સ્થળે કેસને લગતો બીજો કોઇ મહત્વનો બનાવ બન્યો હોવાનું કહેવાતું હોય તે સ્થળનુ પોતે આવલોકન કરીને તે કેસના સબંધમાં તપાસ કરી હોવાના જ કારણે તે જજ કે મેજિસ્ટ્રેટ કોઇ કેસના પક્ષકાર હોવાનું કે તેમા અંગત હીત ધરાવતા હોવાનું ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw