ટ્રાયલ અને કાયૅવાહીઓ ઇલેકટ્રોનીક સ્વરૂપે ચાલવા બાબત - કલમ : 530

ટ્રાયલ અને કાયૅવાહીઓ ઇલેકટ્રોનીક સ્વરૂપે ચાલવા બાબત

આ સંહિતા હેઠળની તમામ ટ્રાયલો તપાસો અને કાયૅવાહીઓ કે જેમા

(૧) સમન્સ અને વોરંટ કાઢવા બજવણી કરવી અને અમલ કરવો

(૨) ફરિયાદી અને સાક્ષીઓની તપાસ

(૩) ઇન્કવાયરીઓ અને ટ્રાયલોમાં પુરાવો રેકડૅ કરવો

(૪) તમામ અપીલીય કાયૅવાહીઓ અથવા કોઇ અન્ય કાયૅવાહી ઇલેકટ્રોનિક સંદેશાવ્યવહાર અથવા ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમના ઉપયોગથી ઇલેકટ્રોનિક સ્વરૂપમાં કરી શકાશે.