
રદ કરવા બાબત અને અપવાદ
(૧) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો ૨ જો) આથી રદ કરવામાં આવે छे.
(૨) એવી રીતે તે અધિનિયમ રદ થવા છતા
(એ) જે તરીખે આ સંહિતાના અમલનો આરંભ થાય તે તારીખથી તરત પહેલા કોઇ અપીલ અરજી ઇન્સાફી કાયૅવાહી તપાસ કે પોલીસ તપાસ નિકાલ બાકી હોય તો આ સંહિતા અમલમાં આવેલ ન હોય તેમ સદરહુ આરંભની તરત પહેલા અમલમાં હોય તે પ્રમાણે ફોજદારી કાયૅરીતિ ઍિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો ૨ જો) (જેનો આમા હવે પછી સદરહુ અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ની જોગવાઇ અનુસાર યથાપ્રસંગ તે અપીલ અરજી ઇન્સાફી કાયૅવાહી તપાસ કે પોલીસ તપાસનો નિકાલ કરવામાં તે ચાલુ રાખવામાં હાથ ધરવામાં કે કરવામાં આવશે.
(બી) સદરહુ અધિનિયમ હેઠળ પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં થયેલ ઘોષણાઓ અપાયેલ સતા ઠરાવેલ નમૂના નકકી થયેલ સ્થાનિક હકૂમત થયેલ સજા અને કરવામાં આવેલ હુકમો નિયમો અને સ્પેશિયલ મેજિસ્ટ્રેટ તરીકેની નિમણુંક સિવાયની નિમણુંકો પૈકી જે આ સંહિતાના આરંભની તરત પહેલા અમલમાં હોય તે તમામ આ સંહિતાની તેની સમાન જોગવાઇઓ હેઠળ અનુક્રમે પ્રસિધ્ધ કરેલ થયેલ અપાયેલ ઠરાવેલ નકકી થયેલ કે કરવામાં આવેલ હોવાનું ગણાશે.
(સી) જેને અનુસરીને સદરહુ અધિનિયમ હેઠળ કોઇ કાયૅવાહી શરૂ થયેલ ન હોય તે સદરહુ અધિનિયમ હેઠળ અપાયેલ કોઇ મંજૂરી કે સંમતિ આ સંહિતાની તેની સમાન જોગવાઇઓ હેઠળ અપાયેલ હોવાનું ગણાશે અને એવી મંજૂરી કે સંમતિ અનુસાર આ સંહિતા હેઠળ કાયૅવાહી શરૂ કરી શકાશે. સદરહુ અધિનિયમ હેઠળની અરજી કે બીજી કાયૅવાહી માટે ઠરાવેલ મુદત આ સંહિતાના આરંભ વખતે કે તે પહેલા પૂરી થઇ ગયેલ હોય તો આ સંહિતાથી તે માટે લાંબી મુદતની જોગવાઇ કરવામાં આવેલ હવાથી અથવા સમય લંબાવવા માટે આ સંહિતામાં જોગવાઇ કરવામાં આવેલ હોવાની હકીકતને કારણે જ આ સંહિતા હેઠળ તે અરજી કરી શકશે અથવા કાયૅવાહી શરૂ કરી શકશે એવો આ સંહિતાના કોઇપણ મજકૂરનો અથૅ થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw