ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને આરંભ - કલમ : 1

ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને આરંભ

(૧) આ અધિનિયમ ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ કહેવાશે.

(૨) તે કોઇપણ કોટૅમાં કે તે સમક્ષની તમામ ન્યાયિક કાયૅવાહીઓને કે જેમાં લશ્કરી અદાલત પણ સમાવિષ્ટ છે તેને લાગુ પડે છે પરંતુ કોઇપણ કોટૅ કે અધિકારી સમક્ષ રજૂ કરાયેલ સોગંદનામાઓને કે લવાદ સમક્ષ ચાલતી કાયૅવાહીઓને લાગુ પડશે નહી.

(૩) તે કેન્દ્ર સરકાર જાહેરનામા દ્રારા નકકી કરે તેવી તારીખથી અમલમાં આવશે.