
વ્યાખ્યાઓ
(૧) આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો
(એ) ન્યાયાલય એ શબ્દમાં તમામ ન્યાયાધીશોનો અને મેજિસ્ટ્રેટોનો અને જેમને કાયદા મુજબ પુરાવો લેવાનો અધિકાર હોય તેવી લવાદો સિવાયની તમામ વ્યકિતઓનો સમાવેશ થાય છે.
(બી) નિર્ણાયક સાબિતી એટલે એક હકીકત બીજી હકીકતની નિણૅ જાયક સાબિતી છે એવું આ અધિનિયમથી જાહેર કર્યુ હોય ત્યારે ન્યાયાલયે તે એક હકીકતની સાબિતી ઉપરથી તે બીજી હકીકતને સાબિત થયેલી ગણવી જોઇએ. અને તેને નાસાબિત કરવાના હેતુ માટે તે પુરાવો આપવા દેશે નહિ.
(સી) કોઇ હકીકતના સબંધમાં નાસાબિત થયેલી એટલે જયારે પોતાની સમક્ષ રજૂ થયેલી બાબતોની વિચારણા કયૅ | પછી ન્યાયાલય કોઇ હકીકત અસ્તિત્વમાં નથી એમ માને અથવા તેનું અનસ્તિત્વ સંભવિત ગણે છે કે કોઇ સમજદાર વ્યકિતએ અમુક કેસના સંજોગોમાં તે હકીકત અસ્તિત્વમાં નથી એવું ધારીને વતેવું ઘટે ત્યારે તે હકીકત નાસાબિત થયેલી કહેવાય.
(ડી) દસ્તાવેજ એટલે કોઇપણ બાબતનો લેખિત દાખલો રાખવા માટે વાપરવાનો ઇરાદો હોય તેવા કે વાપરી શકાય તેવા અક્ષરો અંકો કે ચિન્હો અથવા અન્ય કોઇ સાધનો વડે અથવા એમાંના એકથી વધુ સાધનો વડે કોઇપણ વસ્તુ ઉપર દર્શાવેલી કે વણૅવેલી અથવા અન્યથા રેકડૅ કરાયેલી કોઇ બાબત અને તેમાં ઇલેકટ્રોનિક તથા ડિઝિટલ રેકડૅનો સમાવેશ થાય છે. (ઇ) પુરાવો એ શબ્દનો અર્થે નીચે મુજબ થાય છે અને એ શબ્દમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
(૧) જેની તપાસ ચાલતી હોય તે હકીકત સબંધી ન્યાયાલય સાક્ષીઓને પોતાની સમક્ષ જે કથનો કરવાની પરવાનગી આપે અથવા તેમ ફરમાવે તે તમામ કથનો જેમાં ઇલકેટ્રોનિક રીતે આપેલ કથનોનો સમાવેશ થાય છે અને આવાં કથનો મૌખિક પુરાવો કહેવાય છે.
(૨) ન્યાયાલય તપાસણી કરી શકે તે માટે રજૂ કરેલા ઇલેકટ્રોનિક રેકડૅ અથવા ડિજિટલ રેકડૅ સહિતના તમામ દસ્તાવેજો અને આવા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવો કહેવાય છે.
(એફ) હકીકતનો અથૅ નીચે મુજબ થાય છે અને હકીકતમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
(૧) ઇન્દિયગોચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સબંધ
(૨) કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
(જી) વાદગ્રસ્ત હકીકત એટલે અને તેમાં જે હકીકત ઉપરથી અથવા બીજી કોઇ હકીકતો સાથેના તે હકીકતના સબંધ ઉપરથી કોઇ દાવા કે કાયૅવાહીમાં કોઇ પ્રતિપાદિત કરેલા અથવા ઇન્કારાયેલા, હક, જવાબદારી અથવા નિયૅ [ગ્યતાનું અસ્તિત્વ, અનસ્તિત્વ સ્વરૂપ કે પ્રમાણ અવશ્ય ફલિત થતું હોય તે હકીકતનો સમાવેશ થાય છે. સ્પષ્ટીકરણ.- દીવાની કાયૅરીતિને લગતા તે સમયે અમલમાં હોય તેવા કાયદાની જોગવાઇઓ હેઠળ કોઇ ન્યાયાલય હકીકતનો મુદ્દો નોંધે ત્યારે તેવા મુદ્દાના જવાબમાં પ્રતિપાદિત કરવાની અથવા ઇન્કારવાની હકીકત વાદગ્રસ્ત હકીકત ગણાય.
(એચ) માની લઇ શકે ન્યાયાલય કોઇ હકીકત માની લઇ શકે એવી આ અધિનિયમમાં જોગવાઇ હોય ત્યારે તે નાસાબિત ન થાય ત્યાં સુધી ન્યાયાલય તે હકીકત સાબિત થયેલી છે એમ ગણી અથવા તેની સાબિતી માંગી શકશે. (આઇ) સાબિત ન થયેલી એટલે કોઇ હકીકત સાબિત કે ના-સાબિત થયેલી ન હોય ત્યારે તે સાબિત ન થયેલી કહેવાય.
(જે) સાબિત થયેલી એટલે પોતાની સમક્ષ રજૂ થયેલી બાબતોની વિચારણા કયૅ | પછી ન્યાયાલય કોઇ હકીકતનું અસ્તિત્વ છે એમ માને અથવા તેનું અસ્તિત્વ એવું સંભવિત હોવાનું ગણે કે સમજદાર વ્યકિતએ અમુક કેસના સંજોગોમાં તે હકીકત અસ્તિત્વમાં છે એવું ધારીને વતૅવું ઘટે ત્યારે તે હકીકત સાબિત થયેલી કહેવાય.
(કે) પ્રસ્તુત આ અધિનિયમની જોગવાઇઓમાં હકીકતોની પ્રસ્તુતા વિશે ઉલ્લેખેલી પ્રસ્તુત કોઇ રીતે કોઇ હકીકત બીજી હકીકત સાથે સંકળાયેલી હોય ત્યારે તે હકીકત સદરહુ બીજી હકીકત બાબતમાં પ્રસ્તુત કહેવાય.
(એલ) માની લેવું જોઇશે ન્યાયાલયે કોઇ હકીકત માની લેવી જોઇશે એવું આ અધિનિયમમાં ફરમાવ્યું હોય ત્યારે તે નાસાબિત ન થાય ત્યાં સુધી તે સાબિત થયેલી છે એમ ન્યાયાલયે ગણી લેવું જોઇશે.
(૨) એવા શબ્દો અને અભિવ્યકિતઓ કે જે આમા વાપરવામાં આવેલ છે અને વ્યાખ્યા કરવામાં આવેલ નથી પરંતુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩માં તેની વ્યાખ્યા કરવામાં આવેલ છે તો તે અધિનિયમ અને તે સંહિતામાં જે અર્થે કરવામાં આવેલ છે તે જ અથૅ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw