વાદગ્રસ્ત હકીકતો અને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે - કલમ : 3

વાદગ્રસ્ત હકીકતો અને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે

કોઇ દાવા અથવા કાયૅવાહીમાં વાદગ્રસ્ત દરેક હકીકતનો તેમજ આમાં હવે પછી જેને પ્રસ્તુત હોવાનું જાહેર કરેલી છે તેવી બીજી હકીકતોના અસ્તિત્વ કે અનસ્તિત્વનો પુરાવો આપી શકાશે અને બીજી હકીકતોનો પુરાવો આપી શકાશે નહી.

સ્પષ્ટીકરણ.- દીવાની કાયૅરીતિ સબંધી તે સમયે અમલમાં હોય તે કાયદાની કોઇ જોગવાઇથી કોઇ વ્યકિતને જે હકીકત સાબિત કરવાનો હક ન હોય તેને પુરાવો આપવાના અધિકાર આ કલમથી તેને મળતો નથી.