
હેતુ તૈયારી અને આગળનું કે પાછળનું વતૅન
(૧) વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત માટેનો હેતુ દર્શાવતી હોય કે તે માટેની તૈયારી રૂપે હોય તેવી હકીકત પ્રસ્તુત છે.
(૨) કોઇ દાવ અથવા કાયૅવાહી સબંધમાં અથવા તેમાંની કોઇ વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકત સબંધમાં તે દાવા અથવા કાયૅવાહીના કોઇ પક્ષકારનું કે તે પક્ષકારના કોઇ એજન્ટનું વતૅન અને જેની વિરૂધ્ધ થયેલો કોઇ ગુનો કાયૅવાહીનો વિષય હોય તે વ્યકિતનું વતૅન જો તે કોઇ વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકતને અસર કરતું હોય તો અથવા તે હકીકત ઉપરથી તેવા વતૅનને અસર પહોંચતી હોય તો તે પ્રસ્તુત છે પછી ભલે સદરહુ વતૅન તે હકીકતની અગાઉનું હોય કે પછીનું હોય.
સ્પષ્ટીકરણ ૧.- આ કલમમાં વતૅન શબ્દમાં કથનોનો સમાવેશ થતો નથી. સિવાય કે તે કથનો સાથે તે કથનોથી ભિન્ન એવાં બીજા કૃત્યો હોય અને જેનો ખુલાસો તે કથનો કરતા હોય પરંતુ આ સ્પષ્ટીકરણથી આ અધિનિયમની બીજી કોઇ કલમ હેઠળના કથનોની પ્રસ્તુતતાને અસર થતી નથી.
સ્પષ્ટીકરણ ૨.- કોઇ વ્યકિતનું વતૅન પ્રસ્તુત હોય ત્યારે તેને સંબોધીને અથવા તેની હાજરીમાં અને તેને સાંભળતા કરવામાં આવેલું તે વતૅનને અસર કરતું કથન પ્રસ્તુત છે.
Copyright©2023 - HelpLaw