
વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકતોનો ખુલાસો કરવા અથવા તે રજૂ કરવા માટે જરૂરી હકીકત
કોઇ વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકતનો ખુલાસો કરવા અથવા તે રજૂ કરવા માટે જરૂરી હોય તેવી હકીકતો અથવા કોઇ વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકત ઉપરથી નીકળતા અનુમાનને ટેકો આપતી હોય અથવા તેનું ખંડન કરતી હોય તેવી વ્યકિત હકીકતો અથવા જેની ઓળખ પ્રસ્તુત હોય તેવી વસ્તુ અથવા વ્યકિતની ઓળખ સાબિત કરતી હકીકતો અથવા કોઇ વાદગ્રસ્ત હકીકત અથવા પ્રસ્તુત હકીકત બન્યાનો સમય અથવા સ્થળ મુકરર કરતી હકીકતો અથવા આવી કોઇ હકીકત જેમનાથી બની હોય તે પક્ષકારો વચ્ચેનો સબંધ દશૅાવતી હકીકતો તેવા હેતુ માટે જરૂરી હોય તેટલા પૂરતી પ્રસ્તુત છે.
Copyright©2023 - HelpLaw