
સમાન યોજના સબંધમાં કાવતરૂ કરનારે કહેલી કે કરેલી બાબતો
કોઇ ગુનો અથવા દાવાયોગ્ય અપકૃત્ય કરવા માટે બે અથવા વધારે વ્યકિતઓએ કાવતરૂ કર્યુ હોવાનું માનવાને વાજબી કારણ હોય ત્યારે તેઓ પૈકી કોઇ વ્યકિતનો પ્રથમ એવો ઇરાદો થયા પછી તેમનામાંથી કોઇએ તેઓના સમાન ઇરાદા સબંધી કાંઇ કહ્યુ કર્યું અથવા લખ્યું હોય તે હકીકત આવી રીતે કાવતરામાં સંડોવાયેલી મનાતી કોઇ વ્યકિત વિરૂધ્ધ તેમજ કાવતરાનું અસ્તિત્વ સાબિત કરવાના હેતુ માટે તેમજ કોઇ વ્યકિત તેમા પક્ષકાર હતી તે બતાવવાના હેતુ માટે પ્રસ્તુત હકીકત છે.
Copyright©2023 - HelpLaw