હક અથવા રૂઢિ વાદગ્રસ્ત હોય ત્યારે પ્રસ્તુત હકીકતો - કલમ : 11

હક અથવા રૂઢિ વાદગ્રસ્ત હોય ત્યારે પ્રસ્તુત હકીકતો

કોઇપણ હક અથવા રૂઢિના અસ્તિત્વનો પ્રશ્ન હોય તો નીચેની હકીકતો પ્રસ્તુત છે

(એ) જેનાથી વાદગ્રસ્ત હક અથવા રૂઢિ ઉત્પન્ન થઇ હોય તેનો દાવો કરવામાં આવ્યો હોય તેમાં ફેરફાર થયો હોય તેને માન્ય રાખવામાં આવી હોય તે પ્રતિપાદિત થઈ હોય અથવા તેનો ઇન્કાર કરવામાં આવ્યો હોય અથવા તેના અસ્તિત્વ સાથે સુસંગત ન હોય તેવો કોઇ વ્યવહાર

(બી) જેમાં હક અથવા રૂઢિ હોવાનો દાવો કરવામાં આવ્યો હોય અથવા તે માન્ય રાખવામાં આવી હોય અથવા તે ભોગવવામાં આવી હોય અથવા જેમાં તે ભોગવવા અંગે તકરાર ઉઠાવાઇ હોય તે પ્રતિપાદિત કરાઇ હોઇ અથવા તે અનુસરાઇ ન હોય તેવા ખાસ દાખલા