
માનસિક અથવા શારીરિક સ્થિતિનું અથવા શારીરિક સંવેદનનું અસ્તિત્વ દર્શાવતી હકીકતો
કોઇ માનસિક કે શારીરિક સંવેદનાની એવી કોઇ સ્થિતિનું અસ્તિત્વ વાદગ્રસ્ત કે પ્રસ્તુત હકીકત હોય ત્યારે, ઇરાદો, જાણકારી, શુધ્ધબુધ્ધિ, બેદરકારી, અવિચારીપણું, અમુક વ્યકિત પ્રત્યે દુભૅવાવ અથવા સદભાવ જેવી માનસિક સ્થિતિનું અથવા શારીરિક કે શારિરિક સંવેદનની કોઇ સ્થિતિનું અસ્તિત્વ દર્શાવતી હકીકતો પ્રસ્તુત છે.
સ્પષ્ટીકરણ ૧.- કોઇ પ્રસ્તુત માનસિક સ્થિતિનું અસ્તિત્વ દર્શાવવા માટે પ્રસ્તુત હોય તે હકીકતે એવું દશૅાવવું જોઇએ કે તે માનસિક સ્થિતિ સામાન્યતઃ નહિ પણ અમુક વાદગ્રસ્ત બાબતના સંદભૅમાં અસ્તિત્વ ધરાવે छे.
સ્પષ્ટીકરણ ૨.- પણ જેના ઉપર ગુનાનો આરોપ હોય તે વ્યકિત ઉપર ઇન્સાફી કાયૅવાહી ચલાવતી વખતે આરોપીએ અગાઉ કરેલા ગુનાની હકીકત આ કલમના અથૅ મુજબ પ્રસ્તુત હોય ત્યારે સદરહુ વ્યકિતના અગાઉના ગુનાની સાબિતી પણ પ્રસ્તુત હકીકત ગણાશે.
Copyright©2023 - HelpLaw