
કાયૅવાહીના પક્ષકારે અથવા તેના એજન્ટે કરેલી સ્વીકૃતિ
(૧) કાયૅવાહી પક્ષકારે કરેલા અથવા તેમ કરવા માટે એવા કોઇ પક્ષકારે સ્પષ્ટ અથવા ગર્ભિત રીતે ન્યાયાલય જેને અધિકૃત કયૅવાનું કેસના સંજોગો ઉપરથી ગણતું હોય તેવા એજન્ટે કરેલ કથનો સ્વીકૃતિઓ છે.
(૨) (૧) પ્રતિનિધિની હેસિયતથી દાવો માંડનારા કે જે ઉપર પ્રતિનિધિની હેસિયતથી દાવો માંડયો હોય તેવા દાવાના પક્ષકારોએ કરેલા કથનો સ્વીકૃતિઓ નથી સિવાય કે કથનો કરનાર પક્ષકાર તેવી હેસિયત ધરાવતો હોય ત્યારે તેણે તે કથનો કયૅા હોય અથવા
(૨) (એ) કાયૅવાહીના વિષયમાં માલિકી અથવા નાણાંકીય હિત ધરાવતી અને એવું હિત ધરાવનારની હેસિયતથી કથન કરનારી વ્યકિઓએ અથવા
(બી) જેમની પાસેથી દાવાના પક્ષકારોએ દાવાના વિષયમાં પોતાનું હિત પ્રાપ્ત કર્યુ હોય તે વ્યકિતઓએ કરેલા કથનો તેમ કરનાર વ્યકિતઓનું હિત ચાલુ હોય તે દરમ્યાન કરવામાં આવ્યા હોય તો તે સ્વીકૃતિઓ છે.
Copyright©2023 - HelpLaw