સ્વીકૃતિ કરનાર વ્યકિતઓની વિરૂધ્ધ અને તેમનાથી અથવા તેમના વતી સ્વીકૃતિની સાબિતી - કલમ : 19

સ્વીકૃતિ કરનાર વ્યકિતઓની વિરૂધ્ધ અને તેમનાથી અથવા તેમના વતી સ્વીકૃતિની સાબિતી

સ્વીકૃતિઓ તે કરનાર વ્યકિત અથવા તેના હિત પ્રતિનિધિની વિરૂધ્ધ પ્રસ્તુત છે અને તેની વિરૂધ્ધ તે સાબિત કરી શકાશે પરંતુ તે કરનાર વ્યકિતથી અથવા તેના વતી અથવા તેના હિત પ્રતિનિધિથી નીચેના સંજોગો સિવાય તે સાબિત કરી શકાશે નહી જેવા કે

(૧) સ્વીકૃતિ એવા પ્રકારની હોય કે તે કરનાર વ્યકિત મૃત્યુ પામી હોય અને કલમ-૨૬ મુજબ ત્રાહિત વ્યકિતઓ વચ્ચે તે પ્રસ્તુત હોત તો તે સ્વીકૃતિ તે કરનાર વ્યકિતથી અથવા તેના વતી સાબિત કરી શકાશે.

(૨) કોઇ વ્યકિતએ કરેલી સ્વીકૃતિ જો તેમાં કોઇ પ્રસ્તુત કે વાદગ્રસ્ત માનસિક અથવા શારીરિક સ્થિતિના અસ્તિત્વ વિશે તેવી માનસિક કે શારીરિક સ્થિતિ અસ્તિત્વમાં હોય તે વખતે કે તે અરસામાં કરેલું કથન હોય અને કથન ખોટું ઠરવાનું અસંભવિત બને તેવા તેમના વતૅન સાથે કરેલ હોય તો તે સ્વીકૃતિ તે વ્યકિત તરફથી કે તેના વતી સાબિત કરી શકાશે.

(૩) સ્વીકૃતિ તરીકે નહિ પણ બીજી રીતે કોઇ સ્વીકૃતિ પ્રસ્તુત હોય તો તે કરનાર વ્યકિતથી અથવા તેના વતી સાબિત કરી શકાશે.