
દીવાની દાવામાં સ્વીકૃતિ કયારે પ્રસ્તુત ગણાય
સ્વીકૃતિનો પુરાવો આપવાનો નથી એવી સ્પષ્ટ શરતે સ્વીકૃતિ કરવામાં આવી હોય તો અથવા જે સંજોગોમાં સદરહુ સ્વીકૃતિ કરવામાં આવી હોય તે સંજોગો ઉપરથી ન્યાયાલય એવું અનુમાન કરી શકે કે સદરહુ સ્વીકૃતિનો પુરાવો આપવો નહિ એવો તે કામના પક્ષકારોએ સહમત થઇને ઠરાવ કર્યો છે તો તે સ્વીકૃતિ દીવાની દાવામાં પ્રસ્તુત નથી.
સ્પષ્ટીકરણ.- કોઇપણ વકીલને કલમ-૧૩૨ ની પેટા કલમો(૧) અને (૨) હેઠળ જે બાબતમાં પુરાવો આપવાની ફરજ પાડી શકાય તે બાબતનો પુરાવો આપવામાંથી તેને આ કલમના કોઇપણ મજકુરથી મુકિત મળે છે એમ ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw