
ફોજદારી કાયૅવાહીમાં પ્રલોભન, ધમકી, બળજબરી અથવા વચન ઉપરથી કરેલી કબુલાત કયારે અપ્રસ્તુત ગણાય
ન્યાયાલયને એવું જણાય કે કોઇ આરોપીએ કરેલી કબૂલાત અધિકાર ધરાવતી વ્યકિત તરફથી આરોપીને તેના ત્હોમત સબંધમાં મળેલા પ્રલોભન, ધમકી, બળજબરી અથવા વચન ઉપરથી કરવામાં આવી છે અને ન્યાયાલયના અભિપ્રાય પ્રમાણે તે એવું હોય કે તે કબૂલાત કરવાથી આરોપીને તેની સામે ચાલતી કાયૅવાહી સબંધમાં પોતાને ભૌતિક ફાયદો થશે અથવા એ પ્રકારની કોઇ આફત નિવારાશે એમ ધારવા માટે તેને વાજબી જણાય એવા પુરતા કારણો મળે તો સદરહુ કબૂલાત ફોજદારી કાયૅવાહીમાં અપ્રસ્તુત છે.
પરંતુ ન્યાયાલયના અભિપ્રાય મુજબ પ્રલોભન, ધમકી, બળજબરી અથવા વચનથી મન ઉપર પડેલી છાપ પૂરેપૂરી દૂર થઇ ગયા પછી કબૂલાત કરવામાં આવી હોય તો તે કબૂલાત પ્રસ્તુત છે.
વધુમાં જો એવી કબૂલાત બીજી રીતે પ્રસ્તુત હોય તો માત્ર ગુપ્ત રાખવાના વચન ઉપરથી કરેલી હોવાના કારણથી અથવા તે મેળવવાના હેતુથી આરોપી સામે કરેલ છેતરપિંડીના પરિણામે તે કરેલી હોવાના કારણથી અથવા આરોપી પીધેલી હાલતમાં હતો તે વખતે કરેલી હોવાના કારણથી અથવા જે પ્રશ્નોના ઉતર આપવની તેની ફરજ ન હતી તે પ્રશ્નો ગમે તે પ્રકારના હોય તો પણ તેના ઉતરમાં તે કરેલી હોવાના કારણથી અથવા એવી કબૂલાત કરવા તે બંધાયેલો ન હતો અને તેની વિરૂધ્ધ એવી કબૂલાત પુરાવારૂપે આપી શકાશે એવી ચેતવણી નહિ અપાઇ હોવાના કારણથી જ તે કબૂલાત અપ્રસ્તુત થતી નથી
Copyright©2023 - HelpLaw