
પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત
(૧) કોઇ પોલીસ અધિકારી સમક્ષ કરેલી કોઇપણ કબૂલાત કોઇ ગુનાના આરોપી વિરૂધ્ધ સાબિત કરી શકાશે નહી.
(૨) કોઇ વ્યકિત પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તે દરમ્યાન તેણે કરેલી કબૂલાત મેજિસ્ટ્રેટની પ્રત્યક્ષ હાજરીમાં કરી ન હોય તો તેની વિરૂધ્ધ તે સાબિત કરી શકાશે નહી. પરંતુ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તેવા કોઇ ગુનાના આરોપી પાસેથી મળેલી માહિતી ઉપરથી મળી આવેલી કોઇ હકીકત જુબાનીમાં રજુ કરવામાં આવે ત્યારે ઉપર પ્રમાણે મળી આવેલી હકીકત સાથે સ્પષ્ટ સબંધ ધરાવતી હોય તેટલા પુરતી તે માહિતી કબૂલાત હોય કે ન હોય તો પણ તે સાબિત કરી શકાશે.
Copyright©2023 - HelpLaw