કબૂલાત કરનાર વ્યકિતને તેમજ જેમના ઉપર એક જ ગુના માટે સંયુકત રીતે ઇન્સાફી કાયૅવાહી ચાલતી હોય તેવી બીજી વ્યકિતઓને અસર કરતી અને સાબિત થયેલી કબૂલાતની વિચારણા - કલમ : 24

કબૂલાત કરનાર વ્યકિતને તેમજ જેમના ઉપર એક જ ગુના માટે સંયુકત રીતે ઇન્સાફી કાયૅવાહી ચાલતી હોય તેવી બીજી વ્યકિતઓને અસર કરતી અને સાબિત થયેલી કબૂલાતની વિચારણા

જયારે એક જ ગુના માટે એકથી વધારે વ્યકિતઓ ઉપર સંયુકત રીતે ઇન્સાફી કાયૅવાહી ચાલી રહી હોય અને તે પૈકી એકે પોતાના વિશે અને તેમનામાંથી બીજી કોઇ વ્યકિત વિશે કરેલી કબૂલાત સાબિત થાય ત્યારે જેણે એવી કબૂલાત કરી હોય તેની વિરૂધ્ધ તેમજ તેવી બીજી વ્યકિતની વિરૂધ્ધ તે કબૂલાત ન્યાયાલય વિચારણામાં લઇ શકાશે.

સ્પષ્ટીકરણ ૧.- આ કલમમાં આવતા ગુનો એ શબ્દમાં તે ગુનો કરવાનું દુમ્પ્રેરણ કરવાનો અથવા તે ગુનો કરવાની કોશિશ કરવાનો સમાવેશ થાય છે.

સ્પષ્ટીકરણ ૨.- આ કલમના હેતુ માટે એક કરતાં વધુ વ્યકિતઓની સામે કરવામાં આવતી ઇન્સાફી કાયૅવાહીમાં ભાગેડું આરોપી અથવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૪ હેઠળ કરવામાં આવેલ ઉદ્ઘોષણાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તેવા આરોપીની ગેરહાજરીમાં કરવામાં આવેલ ઇન્સાફી કાયૅવાહી સંયુકત ઇન્સાફી કાયૅવાહી ગણાશે.