
મૃત્યુ પામેલી અથવા ન મળી આવતી વ્યકિત વગેરેએ જ વાદગ્રસ્ત હકીકત કે પ્રસ્તુત હકીકત વિશે કરેલું કથન કેવા સંજોગોમાં પ્રસ્તુત ગણાય
મૃત્યુ પામી હોય અથવા ન મળી આવતી હોય અથવા જુબાની આપવા અશકિતમાન બની હોય અથવા કેસના સંજોગો ઉપરથી ન્યાયાલયને ગેરવ્યાજબી જણાય એટલા વિલંબ કે ખર્ચ કયૅા વિના હાજર કરી શકાતી ન હોય તે વ્યકિતએ કરેલા લેખિત કે મૌખિક કથનો નીચેના સંજોગોમાં પ્રસ્તુત હકીકતો છે જેવા કે
(એ) પોતાના મૃત્યુના કારણ વિશે અથવા જેના પરિણામે પોતાનું મૃત્યુ થયું હોય તે બનાવના કોઇ સંજોગો વિશે કોઇ વ્યકિતએ કંઇ કથન કર્યું હોય ત્યારે જેમાં તે વ્યકિતના મૃત્યુના કારણનો પ્રશ્ન ઊભો થયો હોય તે કેસોમાં તે કથનો કરવામાં આવ્યાં હોય તે સમયે તે કરનાર વ્યકિતને પોતાનું મૃત્યુ નજીકમાં હોવાનુ; લાગ્યું હોય કે ન હોય તો પણ અને જેમાં તેના મૃત્યુના કારણનો પ્રશ્ન ઊભો થયો હોય તે કાયૅવાહી ગમે તે પ્રકારની હોય તો પણ તેવાં કથનો પ્રસ્તુત છે.
(બી) તેવું કથન એવી વ્યકિતએ સામાન્ય દસ્તૂર મુજબ કર્યું હોય ત્યારે અને ખાસ કરીને સામાન્ય દસ્તૂર મુજબ અથવા વ્યાવસાયિક ફરજ બજાવવામાં રાખેલી ચોપડીઓમાં તેણે કરેલી નોંધ અથવા ટિપ્પણ રૂપે હોય ત્યારે અથવા પૈસા, માલ, જામીનગીરીઓ અથવા કોઇપણ જાતની મિલકત મળ્યાની તેણે લખેલી પહોંચરૂપે હોય અથવા તે ઉપર તેણે કરેલી સહી રૂપે હોય ત્યારે અથવા વેપારમાં ઉપયોગમાં લેવાના પોતે લખેલા અથવા સહી કરેલા દસ્તાવેજરૂપે હોય અથવા જે પત્ર કે બીજા કોઇ દસ્તાવેજ ઉપર તે સામાન્ય રીતે તારીખ નાખતો હોય અથવા તે લખતો હોય અથવા તે ઉપર સહી કરતો હોય તે પત્ર અથવા દસ્તાવેજની તારીખરૂપે હોય ત્યારે
(સી) કથન કરનાર વ્યકિતના આર્થિક કે માલિકી હિત વિરૂધ્ધ તે કથન હોય ત્યારે અથવા તે કથન ખરૂ હોય તો તેના ઉપરથી ફોજદારી કામ અથવા નુકશાની માટેનો દાવો ચલાવી શકાય અથવા શકાયો હોત ત્યારે
(ડી) કોઇ સાવૅજનિક હક અથવા રિવાજ અથવા કોઇ સાવૅજનિક અથવા સામાન્ય હિતની બાબતનું અસ્તિત્વ હોય અને તેના વિશે જે વ્યકિત જાણતી હોવાનો સંભવ હોય તેનો તે વિશેનો અભિપ્રાય તે કથનમાં હોય ત્યારે અને એવા હક રિવાજ અથવા બાબત અંગે કોઇપણ વિવાદ ઊભો થયા પહેલા તે કથન કરવામાં આવ્યું હોય ત્યારે
(એફ) મર્હુમ વ્યકિતઓ વચ્ચે લોહી લગ્ન અથવા દતકગ્રહણ ઉપર આધારિત સગપણના અસ્તિત્વ વિશે કથન હોય અને આવી કોઇ મર્હુમ વ્યકિતના કુટુંબ સબંધી કોઇ વીલ અથવા ખતમાં અથવા કુટુંબની વંશાવલીમાં અથવા કબરના પથ્થર ઉપર કે કુટુંબની તસવીર ઉપર અથવા જેના ઉપર ઘણું ખરૂ એવા કથનો કરવામાં આવતા હોય તેવી બીજી કોઇ વસ્તુ ઉપર અને વિવાદાસ્પદ પ્રશ્ન ઊભો થતાં પહેલાં તે કથન કરવામાં આવ્યું હોય ત્યારે
(જી) તે કથન કલમ-૧૧ના ખંડ (એ)માં જણાવેલા વ્યવહાર સબંધી કોઇ ખત અથવા વીલ અથવા બીજા દસ્તાવેજમાં હોય ત્યારે
(એચ) તે કથન ઘણી વ્યકિતઓએ કર્યું હોય અને વિવાદાસ્પદ બાબતને પ્રસ્તુત હોય તેવી તે વ્યકિતઓની લાગણીઓ અથવા મન ઉપર થયેલી અસર વ્યકિત કરતું હોય ત્યારે
Copyright©2023 - HelpLaw