અમુક પુરાવાની તેમાં જણાવેલી હકીકતો સાચી હોવાનું સાબિત કરવા માટે પછીની બીજી કાયૅવાહીમાં પ્રસ્તુતા - કલમ : 27

અમુક પુરાવાની તેમાં જણાવેલી હકીકતો સાચી હોવાનું સાબિત કરવા માટે પછીની બીજી કાયૅવાહીમાં પ્રસ્તુતા

કોઇ ન્યાયિક કાયૅવાહીમાં અથવા જેને કાયદાથી પુરાવો લેવાનો અધિકાર મળ્યો હોય તે વ્યકિત સમક્ષ કોઇ સાક્ષીએ આપેલી જુબાની જયારે એવો સાક્ષી મૃત્યુ પામ્યો હોય અથવા મળી શકતો ન હોય અથવા જુબાની આપવાને અશકિતમાન હોય અથવા પ્રતિપક્ષોએ તેને દૂર રાખ્યો હોય અથવા કેસના સંજોગો ઉપર ન્યાયાલયને ગેરવાજબી જણાય એટલો વિલંબ કે ખચૅ કયૅા વિના હાજર કરી શકાતો ન હોય ત્યારે પછીની કોઇ ન્યાયિક કાયૅવાહીમાં અથવા સદરહુ કાયૅવાહીના પાછળના તબકકામાં તે જુબાનીમાં જણાવેલી હકીકત ખરી છે કે કેમ તે સાબિત કરવાના હેતુ માટે તે પ્રસ્તુત છે

પરંતુ તે કાયૅવાહી તે જ પક્ષકારો અથવા તેમના હિત પ્રતીનિધિઓ વચ્ચે હોવી જોઇએ પ્રથમની કાયૅવાહીમાં પ્રતિપક્ષીને ઊલટતપાસ કરવાના હક અને તક મળેલાં હોવાં જોઇએ અને પ્રથમની કાયૅવાહીમાં તેમજ પછીની બીજી કાયૅવાહીમાં વાદગ્રસ્ત પ્રશ્નો મહદ અંશે એક જ પ્રકારના હોવા જોઇએ.

સ્પષ્ટીકરણ.- ફોજદારી મુકદમો અથવા તપાસ આ કલમના અથૅ મુજબ ફરિયાદ પક્ષ અને આરોપી વચ્ચેની કાયૅવાહી છે એમ ગણાશે.