ફરજ બજાવતાં જાહેર રેકડૅમાં અથવા ઇલેકટ્રોનિક રેકડૅમાં કરેલી નોંધની પ્રસ્તુતતા - કલમ : 29

ફરજ બજાવતાં જાહેર રેકડૅમાં અથવા ઇલેકટ્રોનિક રેકડૅમાં કરેલી નોંધની પ્રસ્તુતતા

કોઇ જાહેર કે બીજા સરકારી ચોપડા રજિસ્ટર કે રેકડૅમાં અથવા ઇલેકટ્રોનિક રેકડૅમાં વાદગ્રસ્ત અથવા પ્રસ્તુત હકીકત દશૅ।વતી અને કોઇ રાજયના કમૅચારીએ પોતાના હોદૃાની ફરજ અદા કરતી વખતે કરેલી અથવા જે દેશમાં એવા ચોપડા રજિસ્ટર કે રેકડૅમાં અથવા ઇલેકટ્રોનિક રેકડૅમાં રાખવામાં આવતું હોય તેના કાયદાથી ખાસ કરીને ફરમાવેલી ફરજનું પાલન કરતી કોઇ વ્યકિતએ કરેલી નોંધ ખુદ પ્રસ્તુત હકીકત છે.