
અમુક અધિનિયમોમાં અથવા જાહેરનામાઓમાં હોય તે જાહેર પ્રકારની હકીકત વિશેના કથનની પ્રસ્તુતા
જાહેર પ્રકારની કોઇ હકીકત અસ્તિત્વમાં છે કે નહી એ વિશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે કોઇ કેન્દ્રીય અધિનિયમમાં અથવા રાજયના અધિનિયમમાં અથવા કેન્દ્ર સરકાર કે રાજય સરકારના જાહેરનામાં રાજયપત્રમાં અથવા રાજયપત્ર હોવાનું અભિપ્રેત હોય તેવા છાપેલા પત્રમાં કે ઇલેકટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપમાં વસ્તુસ્થિતિ દશૅ।વતી હોય તેમાં થયેલું તે હકીકતનું કથન પ્રસ્તુત હકીકત છે.
Copyright©2023 - HelpLaw