ઇલેકટ્રોનિક કે ડિઝિટલ સ્વરૂપ સહિતના કાયદાના પુસ્તકોમાં હોય તેવા કોઇ કાયદા વિશેના કથનોની પ્રસ્તુતતા
કોઇ દેશના કાયદા બાબત કે ન્યાયાયલને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે તે દેશની સરકારના અધિકાર હેઠળ ઇલેકટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપ સહિતના સ્વરૂપમાં છપાયાનું કે પ્રસિધ્ધ થયાનું અને જેમાં એવો કાયદો હોવાનું અભિપ્રેત થતું હોય એવા પુસ્તકમાંનુ તે કાયદાનું કથન અને તે દેશના ન્યાયાલયના નિણૅયોનો રિપોટૅ હોવાનું અભિપ્રેત હોય એવા ઇલેકટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપ સહિતના સ્વરૂપમાં પુસ્તકમાંનો તે નિણૅયનો રિપોટૅ પ્રસ્તુત છે.
Copyright©2023 - HelpLaw