
કથન, કોઇ વાતચીતનો, દસ્તાવેજનો, ઇલેકટ્રોનિક રેકડૅનો, પુસ્તકનો અથવા પત્રો કે લેખોની શ્રેણીનો ભાગ હોય ત્યારે શું પુરાવો આપવો જોઇએ
જેનો પુરાવો આપવામાં આવતો હોય એવું કોઇ કથન તેના કરતા બીજા કોઇ વિસ્તૃત કથનનો અથવા કોઇ વાતચીતનો અથવા કોઇ અલાયદા દસ્તાવેજનો ભાગ હોય અથવા સદરહુ કથન કોઇ પુસ્તકના અથવા સદરહુ કથન કોઇ ઇલેકટ્રોનિક રેકડૅના અથવા પત્રો કે લેખોની એક કડીબધ્ધ શ્રેણીના ભાગરૂપ કોઇ દસ્તાવેજમાં આવતું હોય ત્યારે તે કથનનાં પ્રકાર અને અસર અને જેના ઉપરથી તે કરવામાં આવ્યું હોય તે સંજોગો પૂરી રીતે સમજવા માટે સદરહુ કથનના, વાતચીતના, દસ્તાવેજના, ઇલેકટ્રોનિક રેકડૅના, પુસ્તકના અથવા પત્રો કે લેખોની શ્રેણીના જેટલા ભાગનો પુરાવો તે ખાસ કેસમાં ન્યાયાલયને જરૂરી લાગે તેથી વધુ નહીં પણ તેટલો જ ભાગનો પુરાવો આપી શકાશે.
Copyright©2023 - HelpLaw