બીજી વખત દાવા અથવા ઇન્સાફી કાયૅવાહી અટકાવવા માટે અગાઉના ફેંસલા પ્રસ્તુત છે - કલમ : 34

બીજી વખત દાવા અથવા ઇન્સાફી કાયૅવાહી અટકાવવા માટે અગાઉના ફેંસલા પ્રસ્તુત છે

કોઇ ન્યાયાલયે કોઇ દાવો વિચારણામાં લેવો કે નહી અથવા ઇન્સાફી કાયૅવાહી કરવી કે નહિ એવો પ્રશ્ન હોય ત્યારે જે ફેંસલો હુકમ અથવા હુકમનામાના અસ્તિત્વને લીધે સદરહુ દાવાની વિચારણા કરવાને અથવા સદરહુ ઇન્સાફી કાયૅવાહી કરવાને કાયદાથી ન્યાયાલયને બાધ આવતો હોય તે ફેંસલો હુકમ અથવા હુકમનામું પ્રસ્તુત હકીકત છે.