પ્રોબેટ વગેરે સબંધી હકૂમત વાપરતાં આપેલા અમુક ફેંસલાઓની પ્રસ્તુતતા - કલમ : 35

પ્રોબેટ વગેરે સબંધી હકૂમત વાપરતાં આપેલા અમુક ફેંસલાઓની પ્રસ્તુતતા

(૧) કોઇ વ્યકિતને કોઇ કાયદેસરની હેસિયત આપતો અથવા તેની પાસેથી લઇ લેતો અથવા કોઇ વ્યકિતને કોઇ નિદિષ્ટ વ્યકિત સામે નહિ પણ સમગ્ર રીતે કોઇ કાયદેસરની હેસિયત ધરાવવાનો હક છે અથવા કોઇ ચોકકસ વસ્તુ પરત્વે હક છે એવું જાહેર કરતો કોઇ સતા ધરાવતા ન્યાયાલય કે ટ્રિબ્યુનલનો પ્રોબેટ, લગ્ન, એડમિરલ્ટી કે નાદારીવિષયક હકૂમત ભોગવતી વેળા આપેલો ફેંસલો હુકમ કે હુકમનામું તેવી કાયદેસરની હેસિયતનું અથવા તે વ્યકિતના તે વસ્તુ પરત્વેના હકનું અસ્તિત્વ પ્રસ્તુત હોય ત્યારે પ્રસ્તુત છે.

(૨) આવો ફેંસલો હુકમ કે હુકમનામું નીચેનાની નિણૅયક સાબિતી છે કે

(૧) એવા ફેંસલા હુકમ કે હુકમનામાએ આપેલી કાયદેસરની હેસિયત તે અમલમાં આવ્યું તે સમયે પ્રાપ્ત થઇ છે.

(૨) એવા ફેંસલો હુકમ કે હુકમનામાએ એવી વ્યકિતને જે કાયદેસરની હેસિયત ધરાવવાનો હક હોવાનું જાહેર કર્યું હોય તે હેસિયત તે ફેંસલા હુકમ કે હુકમનામાએ જયારથી તેને પ્રાપ્ત થયાનું જાહેર કર્યું હોય તે સમયે પ્રાપ્ત થઇ છે.

(૩) એવા ફેંસલા હુકમનામું કે હુકમનામાએ એવી વ્યકિત પાસેથી જે કાયદેસરની જે હેસિયત લઇ લીધી હોય તે હેસિયત તે ફેંસલા હુકમ કે હુકમનામાથી જયારથી બંધ થયાનું જાહેર કર્યુ હોય તે સમયથી બંધ થઇ છે અને

(૪) એવા ફેંસલા હુકમ કે હુકમનામાએ કોઇ વ્યકિતનો કોઇ વસ્તુ પરત્વે એ રીતે હક હોવાનું જાહેર કર્યું હોય તે વસ્તુ તે ફેંસલા હુકમ કે હુકમનામાથી જયારથી તેની મિલકત હતી કે હોવી જોઇએ એવું જાહેર કર્યું હોય તે સમયથી તેની મિલકત હતી.