કલમ-૩૫માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા હુકમો કે હુકમનામાઓની પ્રસ્તુતતા અને અસર - કલમ : 36

કલમ-૩૫માં જણાવેલા હોય તે સિવાયના ફેંસલા હુકમો કે હુકમનામાઓની પ્રસ્તુતતા અને અસર

કલમ-૩૫માં જણાવેલા હોય તે સિવાયના તપાસમાં પ્રસ્તુત હોય એવી જાહેર સ્વરૂપની બાબતો સબંધી ફેંસલા હુકમો કે હુકમનામા પ્રસ્તુત છે પણ એવા ફેંસલા હુકમો કે હુકમનામા એમાં જે જણાવેલું હોય તેની નિર્ણાયક સાબિતી નથી.