સામાન્ય રિવાજ અથવા હકકના અસ્તિત્વ વિશેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય - કલમ : 42

સામાન્ય રિવાજ અથવા હકકના અસ્તિત્વ વિશેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય

કોઇ સામાન્ય રિવાજ અથવા હકકના અસ્તિત્વ વિશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે જેનો અસ્તિત્વની જે વ્યકિતઓને જાણ હોવાનો સંભવ હોય તે રિવાજ અથવા હકના અસ્તિત્વ વિશેના તેમના અભિપ્રાયો પ્રસ્તુત છે.

સ્પષ્ટીકરણ.- સામાન્ય રિવાજ અથવા હક એ શબ્દોમાં લોકોના બહોળા વગૅમાં પ્રચલિત હોય એવા રિવાજ અને હકનો સમાવેશ થાય છે.