પ્રથાઓ માન્યતાઓ વગેરે વિષેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય - કલમ : 43

પ્રથાઓ માન્યતાઓ વગેરે વિષેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય

ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે

(૧) કોઇ સમુદાય અથવા કુટુંબની પ્રથાઓ અને માન્યતાઓ વિષે

(૨) કોઇ ધાર્મિક અથવા સખાવતી સંસ્થાના રચના અને વહીવટ વિશે અથવા

(૩) અમુક જિલ્લામાં વપરાતા હોય કે લોકોના અમુક વગૅા વાપરતા હોય તેવા શબ્દો અને પયૅાયોના અથૅ વિષે જેની પાસે તેના વિશે માહિતીના ખાસ સાધનો હોય તે વ્યકિતઓના અભિપ્રાયો પ્રસ્તુત હકીકત છે.