
સગપણ વિષેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય
ન્યાયાલયને એક વ્યકિતના બીજી વ્યકિત સાથેના સગપણ વિશે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે કુટુંબના સભ્ય તરીકે અથવા બીજી રીતે જેની પાસે તે વિશેની માહિતીના ખાસ સાધનો હોય તે વ્યકિતઓનો તે સગપણના અસ્તિત્વ વિશે વહેવારથી વ્યકત થતો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે. પરંતુ છુટાછેડા અધિનિયમ ૧૮૬૯ (સન ૧૮૬૯નો ૪થો) હેઠળની કાયૅવાહીમાં અથવા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો ૮૨ અને ૮૪ હેઠળના ફોજદારી કામોમાં એવો અભિપ્રાય લગ્ન કરવા માટે પૂરતો ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw