અગાઉના જાતિય અનુભવ અથવા ચારિત્ર્યનો પુરાવો અમુક કેસોમાં પ્રસ્તુત ગણાશે નહી - કલમ : 48

અગાઉના જાતિય અનુભવ અથવા ચારિત્ર્યનો પુરાવો અમુક કેસોમાં પ્રસ્તુત ગણાશે નહી

ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો-૬૪, કલમ-૬૫, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૬૯, કલમ-૭૦, કલમ-૭૧, કલમ-૭૪, કલમ-૭૫, કલમ-૭૬, કલમ-૭૭ અથવા કલમ-૭૮ હેઠળના ગુના અથવા એવો કોઇપણ ગુનો કરવાની કોશિશના ગુનાની ઇન્સાફી કાયૅવાહીમાં જયારે સંમતિ બાબતનો પ્રશ્ન હોય ત્યારે ભોગ બનનારના ચારિત્ર્ય બાબતનો પુરાવો અથવા આવી વ્યકિતનો કોઇપણ વ્યકિત સાથેનો અગાઉનો જાતિય અનુભવ આવી સંમતિ અથવા સંમતિની ગુણવતા બાબતે પ્રસ્તુત ગણાશે નહી.