ઉતરરૂપે હોય તે સિવાય અગાઉનું ખરાબ ચારિત્ર્ય પ્રસ્તુત નથી - કલમ : 49

ઉતરરૂપે હોય તે સિવાય અગાઉનું ખરાબ ચારિત્ર્ય પ્રસ્તુત નથી

ફોજદારી કાયૅવાહીમાં આરોપી વ્યકિતનું ચારિત્ર્ય ખરાબ છે એ હકીકત અપ્રસ્તુત છે સિવાય કે તેનું ચારિત્ર્ય સારૂ છે એવો પુરાવો આપવામાં આવ્યો હોય એ સંજોગોમાં ચારિત્ર્ય ખરાબ છે એ હકીકત પ્રસ્તુત બને છે.

સ્પષ્ટીકરણ ૧.- કોઇ વ્યકિતનું ચારિત્ર્ય ખરાબ છે એ જ હકીકત જેમા વાદગ્રસ્ત હકકીત હોય તે કેસોને આ કલમ લાગુ પડતી નથી.

સ્પષ્ટીકરણ ૨.- અગાઉ ગુના માટે દોષિત ઠયૅાની હકીકત ખરાબ ચારિત્ર્યના પુરાવા તરીકે પ્રસ્તુત છે.