
જેની ન્યાયાલયે ન્યાયિક નોટીશ લેવી જોઇશે એ હકીકતો
(૧) ન્યાયાલયે નીચેની હકીકતોની ન્યાયિક નોટીશ લેવી જોઇએ જેવાં કે
(એ) ભારતના રાજયક્ષેત્રમાં અમલમાં હોય તે તમામ કાયદા જેમાં વધારાના પ્રાદેશિક અમલ ધરાવતા કાયદાઓનો સમાવેશ થાય છે.
(બી) ભારત દ્રારા કોઇ દેશ અથવા દેશોની સાથે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર અથવા સંમેલન અથવા ભારત દ્રારા આંતરરાષ્ટ્રીય એસોસિએશન કે અન્ય સંસ્થાઓમાં લીધેલા નિણૅયો
(સી) ભારતની સંવિધાન સભા ભારતના સંસદ અને રાજય વિધાનમંડળોની કાયૅવાહીઓનો અનુક્રમ
(ડી) તમામ ન્યાયાલયો અને ટ્રિબ્યુનલોના સીલ
(ઇ) નાવધીકરણ (નેવલ સેનાનું વહીવટ ખાતું) અને દરિયાઇ કાયૅક્ષેત્રના સીલ નોટરી પલ્બિકના સીલ અને જેનો કોઇ વ્યકિત બંધારણ અથવા સંસદ અથવા રાજય વિધાનમંડળના કોઇ અધિનિયમ અથવા ભારતમાં કાયદાની સતા ધરાવતા નિયમનો દ્રારા વાપરવા માટે અધિકૃત હોય તેવા તમામ સીલ
(એફ) કોઇ રાજયમાં તે સમયે જાહેર હોદ્દા ઉપર હોય એ વ્યકિતઓની તે હોદ્દા ઉપર નિમણુંક કોઇ રાજપત્રમાં જાહેર કરવામાં આવી હોય તો તેમણે હોદ્દો સંભાળ્યાની હકીકત તેમના નામો ખિતાબો તેમણે કરવાના કાર્યો અને તેમની સહીઓ
(જી) ભારત સરકારે માન્ય કરેલા દરેક રાજય અથવા સમ્રાટના અસ્તિત્વ સંજ્ઞા અને રાષ્ટ્રધ્વજ
(એચ) સમયના ભાગ પૃથ્વીના ભૌગોલિક વિભાગ અને રાજપત્રમાં જાહેર કરેલા જાહેર તહેવારો વ્રતો અને રજાઓ
(જે) ભારત સરકાર અને બીજા દેશ કે લોકો વચ્ચે લડાઇનો આરંભ તેનું ચાલુ હોવું અને તેનો અંત
(કે) ન્યાયાલયના સભ્યો અને અધિકારીઓનો અને તેમના નાયબ અને તાબાના અધિકારીઓ અને મદદનીશોના તેમજ ન્યાયાલયના કામગીરી હુકમનો અમલ કરનારા તમામ અધિકારીઓના અને વકીલો અને ન્યાયાલય સમક્ષ ઉપસ્થિત રહેવા કે કામકાજ કરવા કાયદાથી અધિકૃત અન્ય વ્યકિતઓના નામ
(આઇ) ભારતના રાજક્ષેત્રો
(એલ) જમીન ઉપરના અથવા સમુદ્ર માગૅ માટેના નિયમો
(૨) પેટા કલમ (૧) માં નિદિષ્ટ બાબતોમાં તેમજ પ્રજાનો ઇતિહાસ સાહિત્ય વિજ્ઞાન કે કળાની તમામ બાબતોમાં ન્યાયાલય યોગ્ય સંદર્ભે ગ્રંથો અથવા દસ્તાવેજોની મદદ લઈ શકશે અને ન્યાયાલયને કોઇ વ્યકિત તરફથી હકીકતની ન્યાયિક નોટીશ લેવાનું કહેવામાં આવે તો પોતે તેમ કરી શકે તે માટે પોતાને જરૂરી લાગે તેવું પુસ્તક કે દસ્તાવેજને વ્યકિત રજૂ ન કરે ત્યાં સુધી ન્યાયાલય તેમ કરવાનો ઇન્કાર કરી શકશે.
Copyright©2023 - HelpLaw