
સ્વીકારેલી હકીકતો સાબિત કરવાની જરૂર નથી
કોઇ કાયૅવાહીમાં તેના પક્ષકારો અથવા પક્ષકારોના એજન્ટો જેને સુનાવણી વખતે સ્વીકારવા સહમત થાય તેવી અથવા સુનાવણી પહેલા પોતાની સહીવાળા લખાણથી જેને સ્વીકારવા તેઓ સહમત થાય તેવી અથવા અમલમાં હોય તેવા કોઈ પ્રતિપાદનના નિયમ મુજબ પ્રતિપાદનોથી જે સ્વીકારેલી છે એમ ગણાય તેવી હકીકત સાબિત કરવાની જરૂર નથી.
પરંતુ ન્યાયાલય સ્વીકારેલી હકીકતોને એવી સ્વીકૃતિઓ સિવાયની રીતે સાબિત કરવાનું પોતાની વિવેકબુધ્ધિ અનુસાર ફરમાવી શકશે.
Copyright©2023 - HelpLaw