
મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવા બાબત
બધાં જ સંજોગોમાં મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવા જોઇશે જો તે પુરાવો
(૧) કોઇ જોઇ શકાતી હોય તેવી હકીકત સબંધી હોય તો પોતે તે હકીકત જોઇ છે એમ કહેતો હોય તે સાક્ષીનો તે પુરાવો હોવો જોઇશે.
(૨) કોઇ સાંભળી શકાતી હોય તેવી હકીકત સબંધી હોય તો પોતે તે હકીકત સાંભળી છે એમ કહેતો હોય તે સાક્ષીનો તે પુરાવો હોવો જોઇએ
(૩) બીજી કોઇ ઇન્દ્રીય દ્રારા કે બીજી કોઇ રીતે જેનું જ્ઞાન થઇ શકતું હોય તેવી હકીકત સબંધી હોય તો પોતાને તે ઇન્દ્રીય દ્રારા અથવા તે રીતે તે હકીકતનું જ્ઞાન થયું છે એમ કહેતો હોય તે સાક્ષીનો પુરાવો હોવો જોઇશે.
(૪) કોઇ અભિપ્રાય સબંધી અથવા તે અભિપ્રાય ધરાવવાના કારણો સબંધી હોય તો તે કારણસર તે અભિપ્રાય ધરાવતી વ્યકિતનો પુરાવો હોવો જોઇશે.
પરંતુ સામાન્ય રીતે વેચવા માટે મુકેલા કોઈ ગ્રંથનો કતૅવા મૃત્યુ પામ્યો હોય અથવા મળી આવતો ન હોય અથવા પુરાવો આપવા શકિતમાન હોય અથવા ન્યાયાલય ગેરવાજબી ગણે તેટલા વિલંબ અથવા ખચૅ સિવાય તેને સાક્ષી તરીકે બોલાવી શકાતો ન હોય તો તેમાં વ્યકત થયેલા નિષ્ણાંતોના અભિપ્રાયો અને તે અભિપ્રાયો ધરાવવાનાં કારણો તે પુસ્તક રજુ કરીને સાબિત કરી શકાશે.
વધુમાં મૌખિક પુરાવો દસ્તાવેજ સિવાયની કોઇ ભૌતિક વસ્તુના અસ્તિત્વ અથવા સ્થિતિ સબંધી હોય તેને ન્યાયાલયને યોગ્ય લાગે તો તે પોતે નિરિક્ષણ કરવા માટે તે વસ્તુને જ રજુ કરવાનું ફરમાવી શકશે.
Copyright©2023 - HelpLaw