પ્રાથમિક પુરાવો - કલમ : 57

પ્રાથમિક પુરાવો

પ્રાથમિક પુરાવો એટલે ન્યાયાલયના નિરીક્ષણ માટે રજૂ થયેલો હોય તે દસ્તાવેજ

સ્પષ્ટીકરણ ૧.- કોઇ દસ્તાવેજ જુદા જુદા ભાગોમાં થયો હોય ત્યારે તેનો દરેક ભાગ તે દસ્તાવેજનો પ્રાથમિક પુરાવો છે.

સ્પષ્ટીકરણ ૨.- કોઇ દસ્તાવેજ પરસ્પર સામા લેખોના રૂપમાં થયો હોય અને દરેક સામો લેખ એક અથવા અમુક પક્ષકારોએ કરી આપ્યો હોય ત્યારે જેમણે તે કરી આપ્યો હોય તે પક્ષકારો વિરૂધ્ધ તે સામો લેખ પ્રાથમિક પુરાવો છે.

સ્પષ્ટીકરણ ૩.- મુદ્રણ લીથોગ્રાફી અથવા ફોટોગ્રાફીની જેમ એક સરખી ક્રિયા વડે ઘણા દસ્તાવેજો કરવામાં આવ્યા હોય ત્યારે દરેક દસ્તાવેજ બીજા તમામ દસ્તાવેજોના મજકુરનો પ્રાથમિક પુરાવો છે પણ તે તમામ દસ્તાવેજો એક જ અસલ દસ્તાવેજની નકલો હોય ત્યારે અસલ દસ્તાવેજના મજકૂરનો તે પ્રાથમિક પુરાવો નથી.

સ્પષ્ટીકરણ ૪.- જયારે કોઇ ઇલેકટ્રોનિક અથવા ડિજિટલ રેકડૅ બનાવવા કે સંગ્રહિત કરવામાં આવે અને આવો સંગ્રહ કેટલીક ફાઇલોમાં એકસાથે અથવા ક્રમાનુસાર કરવામાં આવેલ હોય ત્યારે તેમાંની દરેક ફાઇલ પ્રાથમિક પુરાવો છે.

સ્પષ્ટીકરણ ૫.- જયારે કોઇ ઇલેકટ્રોનિક અથવા ડિજિટલ રેકડૅ યોગ્ય કસ્ટડીમાંથી રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે આવો ઇલેકટ્રોનિક અને ડિજિટલ રેકડૅ પ્રાથમિક પુરાવો છે સિવાય કે તેનો વિરૂધ્ધ કોઇ તકરાર લેવામાં આવી હોય

સ્પષ્ટીકરણ ૬.- જયારે કોઇ વિડિયો રેકોર્ડિંગ ક્રમાનુસાર ઇલેકટ્રોનિક સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે અને તેને બીજામાં પ્રસારિત કે તબદિલ કરવામાં આવે તેવી દરેક સંગ્રહિત રેકોર્ડિંગ પ્રાથમિક પુરાવો છે.

સ્પષ્ટીકરણ ૭.- જયારે કોઇ ઇલેકટ્રોનિક અથવા ડિજિટલ રેકડૅ કોઇ કોમ્પ્યુટર સંસાધનોમાં કેટલાક સંગ્રહોમાં સંગ્રહિત કરવામાં આવેલ હોય ત્યારે કામચલાઉ ફાઇલો સહિતનો આવો દરેક સ્વસંચાલિત સંગ્રહ પ્રાથમિક પુરાવો છે.