
ગૌણ પુરાવો
ગૌણ પુરાવામાં નીચેનાનો સમાવેશ થાય છે.
(૧) આમાં હવે પછી આવતી જોગવાઇઓ હેઠળ આપેલી પ્રમાણિત નકલો
(૨) જેનાથી આપોઆપ ખરી નકલો નીકળતી હોય એવી યાંત્રિક પ્રક્રિયાઓ વડે અસલ ઉપરથી કરેલી નકલો અને એવી નકલો સાથે મેળવેલી નકલો
(૩) અસલ ઉપરથી કરેલી નકલો અથવા અસલ નકલ સાથે મેળવેલી નકલો
(૪) જેમણે તે કરી આપ્યા ન હોય તે પક્ષકારો વિરૂધ્ધ દસ્તાવેજોના સામા લેખો
(૫) કોઇ દસ્તાવેજ જાતે જોનારી વ્યકિતએ તેના મજકૂરની આપેલી મૌખિક વિગતો
(૬) મૌખિક સ્વીકૃતિઓ
(૭) લેખિત સ્વીકૃતિઓ
(૮) જેના અસલ દસ્તાવેજોમાં કેટલાંક ખાતાઓ અથવા અનય દસ્તાવેજો સમાવિષ્ટ હોય કે જે ન્યાયાલય દ્રારા અનુકુળતાથી તપાસી શકાય તેમ ન હોય એવા દસ્તાવેજો તપાસ્યા હોય અને જે આવા દસ્તાવેજો તપાસવા કુશળતા ધરાવતી હોય તેવી વ્યકિતનો પુરાવો
Copyright©2023 - HelpLaw