
જેમાં દસ્તાવેજો સબંધી ગૌણ પુરાવો આપી શકાય તેવા સંજોગો
નીચેના સંજોગોમાં કોઇ દસ્તાવેજના અસ્તિત્વનો તેની સ્થિતિનો અથવા તેના મજકૂરનો ગૌણ પુરાવો આપી શકાશે જેવાં કે
(એ) એવું દર્શાવવામાં આવે અથવા જણાય કે અસલ દસ્તાવેજ
(૧) જેની વિરુધ્ધ તે સાબિત કરવા ધાયૅ । હોય તે વ્યકિતના અથવા
(૨) જેને ન્યાયાલયનો કામગીરી હુકમ પહોંચે તેમ ન હોય અથવા તે હુકમને જે આધીન ન હોય તેવી વ્યકિતના અથવા
(૩) તે દસ્તાવેજ રજૂ કરવા કાયદેસર બંધાયેલી વ્યકિતના કબ્જામાં અથવા કાબૂમાં છે. અને કલમ-૬૪માં જણાવેલી નોટીશ મળ્યા પછી તે વ્યકિત તે દસ્તાવેજ રજુ ન કરે ત્યારે
(બી) જેના વિરૂધ્ધ તે સાબિત કરવાનો હોય તે વ્યકિતએ અથવા તેના હિત પ્રતિનિધિએ તેના અસ્તિત્વનો તેની સ્થિતિનો અથવા તેના મજકૂરનો લેખિત સ્વીકાર કયૅવાનું સાબિત થયું હોય ત્યારે
(સી) અસલ દસ્તાવેજનો નાશ થયો હોય અથવા તે ખોવાઇ ગયો હોય અથવા તેના મજકૂરનો પુરાવો આપવા માંગતા પક્ષકાર તેની પોતાની કસુર અથવા બેદરકારીથી ઉદભવેલ ન હોય એવા બીજા કોઇ કારણસર વાજબી સમયમાં તેને રજૂ કરી શકે નહી ત્યારે
(ડી) અસલ દસ્તાવેજ સહેલાઇથી ખસેડી શકાય નહી એવા પ્રકારનો હોય ત્યારે
(ઇ) અસલ દસ્તાવેજ કલમ-૭૪ ના અર્થ મુજબ જાહેર દસ્તાવેજ હોય ત્યારે
(એફ) અસલ દસ્તાવેજ એવો હોય કે આ અધિનિયમથી અથવા ભારતમાં અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી તેની પ્રમાણિત નકલ પુરાવામાં આપવાની પરવાનગી આપવામાં આવી હોય ત્યારે
(જી) અસલ દસ્તાવેજો જેને ન્યાયાલયમાં સરળતાપુવૅક તપાસી શકાય તેમ ન હોય એવા અનેક હિસાબ અને દસ્તાવેજો રૂપે હોય અને સાબિત કરવાની હકીકત તેના સમગ્ર જથ્થાનું સામાન્ય પરિણામ જ હોય ત્યારે સ્પષ્ટીકરણ.- નીચેના હેતુઓ માટે
(૧) ખંડ (એ)(સી) અને (ડી)માં જણાવેલા સંજોગોમાં તે દસ્તાવેજના મજકુરનો ગૌણ પુરાવો ગ્રાહ્ય છે.
(૨) ખંડ (બી)માં જણાવેલ સંજોગોમાં લેખિત સ્વીકૃતિ ગ્રાહ્ય છે.
(૩) ખંડ (ઇ) અથવા (એફ) માં જણાવેલા સંજોગોમાં દસ્તાવેજની પ્રમાણિત નકલ ગ્રાહ્ય છે પણ બીજા કોઇ પ્રકારનો ગૌણ પુરાવો ગ્રાહ્ય નથી. (૪) ખંડ (જી) માં જણાવેલા સંજોગોમાં એવા દસ્તાવેજો તપાસવામાં કુશળ હોય અને જેણે એ દસ્તાવેજો તપાસ્યા હોય તે વ્યકિત દ્રારા દસ્તાવેજોના સામાન્ય પરિણામ વિષેનો પુરાવો આપી શકાશે.
Copyright©2023 - HelpLaw