ઇલેકટ્રોનિક રેકડૅની ગ્રાહ્યતા
(૧) આ અધિનિયમમાં કોઇપણ સમાવિષ્ટ હોય તેમ છતા ઇલેકટ્રોનિક રેકડૅમાં સમાવિષ્ટ હોય તેવી કોઇ માહિતી કે જે કોમ્પ્યુટર દ્રારા ઉત્પન્ન કરવામાં આવેલ હોય અથવા કોઇ અન્ય સંચારના સાધન દ્રારા અથવ અન્યથા સંગ્રહિત રેકડૅ કરાયેલ અથવા ઇલેકટ્રોનિક સ્વરૂપમાં કોપી કરાયેલ હોય અને કોઇ કાગળ ઉપર છાપેલી હોય ઓપ્ટિકલ કે મેગ્નેટિક મિડિયા અથવા સેમી કંડકટર મેમોરીમાં સંગ્રહિત કરેલી હોય નોંધેલી હોય અથવા નકલ કરેલ હોય (જેને હવે પછી કોમ્પ્યુટર આઉટપુટ તરીકે ઉલ્લેખેલ છે.) તેને પણ એક દસ્તાવેજ તરીકે ગણવામાં આવશે અને જો પ્રશ્નમાં હોય તેવી માહિતી અને કોમ્પ્યુટરના સબંધમાં આ કલમમાં જણાવેલી શરતો સંતોષાઇ હોય તો અને વધારાની કોઇ સાબિતી કે અસલ રજુ કરર્યા વગર પુરાવા તરીકે અથવા અસલના કોઇપણ સમાવિષ્ટો અથવા સીધા પુરાવા તરીકે ગ્રાહ્ય હોય તેવી તેમાં જણાવેલી કોઇ હકીકત તરીકે કોઇપણ કાર્યવાહીઓમાં ગ્રાહ્ય રહેશે.
(૨) કોમ્પ્યુટર આઉટપુટના સબંધમાં પેટા કલમ (૧)માં ઉલ્લેખ કરેલી શરતો નીચે દર્શાવ્યા મુજબની રહેશે અર્થાત
(એ) માહિતીનો સમાવેશ કરતું કોમ્પ્યુટર આઉટપુટ કોમ્પ્યુટરના ઉપયોગ માટે કાયદેસરનો અંકુશ ધરાવતી વ્યકિત દ્રારા કોઇ પ્રવૃતિઓને નિયમિત રીતે ચલાવાના હેતુઓ સારૂ તે સમય દરમ્યાન માહિતી બનાવવા સંગ્રહ કરવા અથવા પ્રક્રિયા કરવા કોમ્પ્યુટરનો કે સંચારના સાધનનો નિયમિત ઉપયોગ કરવામાં આવ્યો હતો તે દરમ્યાન કોમ્પ્યુટર કે સંચારના સાધન દ્રારા ઉત્પન્ન કરવામાં આવ્યું હતુ.
(બી) ઉકત સમય દરમ્યાન ઇલેકટ્રોનિક રેકડૅમાં સમાવિષ્ટ પ્રકારની અથવા એવા પ્રકારની માહિતી કે જેમાંથી એ રીતે સમાવિષ્ટ માહિતી મેળવવામાં આવી હોય તે ઉકત પ્રવૃતિઓના સમાન્ય ક્રમમાં કોમ્પ્યુટર કે સંચારના સાધનમાં નિયમિત રીતે દાખલ (ફીડ) કરવામાં આવી હતી.
(સી) ઉકત સમયના મહત્વના ભાગ દરમ્યાન કોમ્પ્યુટર કે સંચારનું સાધન યોગ્ય રીતે ચાલતુ હતુ અથવા જો તેમ ન હોય તો પછી કોઇ સમયના સબંધમાં કે તે યોગ્ય રીતે ચાલતું નહતુ અથવા તે સમયના તે ભાગ દરમ્યાન ચાલતું નહોતુ ત્યારે એવું નહોતુ કે જેથી ઇલેકટ્રોનિક રેકડૅ અથવા તેની વિગતોની ચોકસાઇને અસર કરતું હોય
(ડી) ઇલેકટ્રોનિક રેકડૅમાં સમાવિષ્ટ માહિતી પુનઃ ઉત્પાદન કરે છે અથવા ઉકત પ્રવૃતિઓના સામાન્ય ક્રમમાં કોમ્પ્યુટર કે સંચારના સાધનમાં દાખલ કરવામાં આવેલ એવી માહિતીમાંથી મેળવવામાં આવેલ છે.
(૩) જયારે કોઇ સમય દરમ્યાન પેટા કલમ (૨)ના ખંડ(એ)માં જણાવવામાં આવેલ પ્રવૃતિઓ તે આખાયે સમય દરમ્યાન ચલાવવાના હેતુઓ સારૂ માહિતી બનાવવાનું સંગ્રહવાનું અથવા પ્રક્રિયા કરવાનું કતૅવ્ય એક કે વધુ કોમ્પ્યુટરો અથવા સંચારનો સાધન દ્રારા નિયમિત રીતે બજાવવામાં આવ્યું હોય પછી ભલે તે
(એ) એકલ સ્વરૂપમાં હોય અથવા
(બી) કોઇ કોમ્પ્યુટર પ્રણાલી પર હોય અથવા
(સી) કોઇ કોમ્પ્યુટર નેટવકૅ પર હોય અથવા
(ડી) માહિતીનું સજૅન કે ઉપલબ્ધ કરાવવા માટે સમથૅ બનાવવા પ્રક્રિયા અને સંગ્રહ કરવાવાળા કોમ્પ્યુટર સાધન પર અથવા તો એ સમય દરમ્યાન તે હેતુ સારૂ વાપરવામાં આવેલ બધા જ કોમ્પ્યુટરો કે સંચારના સાધનોને આ કલમના હેતુસારૂ એક જ કોમ્પ્યુટર અથવા સંચારનું સાધન બનતું હોવાનું ગણવામાં આવશે અને આ કલમમાં કોમ્પ્યુટર કે સંચારના સાધનના ઉલ્લેખોનો તદનુસાર અર્થે કરવામાં આવશે.
(ઇ) કોઇ મધચ્વતીદ્રારા હોય
(૪) કોઇપણ કાયૅવાહીમાં આ કલમની રૂએ પુરાવામાં કોઇ નિવેદન આપવાની ઇચ્છા વ્યકત કરવામાં આવેલ હોય ત્યાં નીચે જણાવેલી બાબતો કરતું એક પ્રમાણપત્ર દરેક વખતે ઇલેકટ્રોનિક રેકડૅ જયાં સ્વીકૃતિ માટે રજુ કરવામાં આવેલ હોય ત્યાં ઇલેકટ્રોનિક રેકડૅની સાથે રજુ કરવું જોઇશે.
(એ) તે નિવેદનનો સમાવેશ કરતી ઇલકેટ્રોનિક રેકડૅની ઓળખ આપતું અને તે કઇ રીતે ઉત્પન્ન કરવામાં આવ્યું હતુ તે સ્પષ્ટ કરતુ
(બી) તે ઇલેકટ્રોનિક રેકડૅના ઉત્પાદનમાં સંડોવાયેલ કોઇ ડિવાઇસ (સાધન) ની વિગતો આપતું કે જે કોમ્પ્યુટર દ્રારા કે પેટા કલમ (૩)ના ખંડો(એ)થી (ઇ)માં ઉલ્લેખેલ સંચારના સાધનો દ્રારા ઇલેકટ્રોનીક રેકડેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તેમ દર્શાવવાના હેતુ માટે યોગ્ય હોય
(સી) પેટા કલમ (૨)માં જણાવેલ શરતોને લગતી કોઇપણ બાબતોને સ્પર્શતું અને કોમ્પયુટર કે સંચારના સાધનોનો હવાલો ધરાવતા વ્યકિત દ્રારા અથવા સબંધિત પ્રવૃતિના સંચાલનના (કે જે યોગ્ય હોય તે) અને નિષ્ણાત દ્રારા સહી કરેલું હોય તે પ્રમાણપત્રમાં જણાવેલ કોઇ બાબતનો પુરાવો રહેશે અને આ પેટા કલમના હેતુઓ માટે કોઇ એવી બાબત માટે એવું કથન પયૅ ગપ્ત રહેશે કે એ કથન કરનાર વ્યકિતના સવૌતમ જ્ઞાન અને વિશ્વાસના આધારે અનુસુચિમાં નિદિષ્ટ પ્રમાણપત્રમાં કરવામાં આવેલ છે.
(૫) આ કલમના હેતુઓ માટે
(એ) જો કોમ્પ્યુટર કે સંચારના સાધનને માહિતી યોગ્ય પ્રકારે અને તેને એ રીતે સીધી રીતે અથવા (માનવીય દરમ્યાનગીરી સહિત અથવા વિના) કોઇ યોગ્ય સાધનસામગ્રી દ્રારા પુરી પાડવામાં આવી હોય કે કેમ તે કોમ્પ્યુટરને પુરી પાડી હોવાનું ગણવામાં આવશે.
(બી) કોમ્પ્યુટર આઉટપુટને કોમ્પ્યુટર અથવા સંચારના સાધન દ્રારા ઉત્પન્ન થયેલ હોવાનું ગણવામાં આવશે ભલે તેને તેના દ્રારા સીધી રીતે અથવા (માનવીય દરમ્યાનગીરી સહિત અથવા વિના) કોઇ યોગ્ય સાધનસામગ્રી દ્રારા અથવા પેટા કલમ (૩)ના ખંડો (એ)થી (ઇ)માં ઉલ્લેખેલ અન્ય ઇલેકટ્રોનિક સાધનો દ્રારા ઉત્પન્ન કરવામાં આવેલ હોય
Copyright©2023 - HelpLaw