રજુ કરવાની નોટીશ વિષે નિયમો
કલમ-૬૦ના ખંડ (એ) માં ઉલ્લેખેલા દસ્તાવેજોના મજકુરનો ગૌણ પુરાવો આપી શકાશે નહિ સિવાય કે એવો ગૌણા પુરાવો આપી શકાશે નહિ સિવાય કે એવો ગૌણ પુરાવો આપવા માગતા પક્ષકારે જે પક્ષકારના કબ્જા કે કાબુમાં તે દસ્તાવેજ હોય તેને અથવા તેના વકીલ કે પ્રતિનિધિને તે રજુ કરવાની કાયદાથી ઠરાવેલી નોટીશ આપી હોય અને જો કાયદાથી નોટીશ આપવનુ ઠરાવ્યું ન હોય તો ન્યાયાલય કેસના સંજોગો પ્રમાણે વાજબી ગણે તેવી નોટીશ અગાઉથી આપી હોય
પરંતુ નીચેના સંજોગોમાં અથવા જેમાં નોટીશ વિના ચલાવી લેવાનું ન્યાયાલય યોગ્ય ગણે તેવા બીજા દાખલામાં ગૌણ પુરાવો ગ્રાહ્ય રાખવા માટે એવી નોટીશ આપવાનું આવશ્યક ગણાશે નહિ.
(એ) સાબિત કરવામાં દસ્તાવેજ પોતે જ નોટીશ હોય ત્યારે
(બી) કેસનો પ્રકાર જોતા પોતે તે રજુ કરવો જોઇશે એવું પ્રતિપક્ષી જાણતો હોવો જોઇએ ત્યારે
(સી) પ્રતિપક્ષીએ અસલ દસ્તાવેજનો કપટથી કે બળજબરીથી કબ્જો મેળવ્યો હોવાનું જણાતું હોય કે એમ સાબિત થયું હોય ત્યારે
(ડી) અસલ દસ્તાવેજ પ્રતિપક્ષી કે તેના એજન્ટ પાસે ન્યાયાલયમાં હોય ત્યારે
(એફ) જેના કબ્જામાં તે દસ્તાવેજ હોય તે વ્યકિતનો ન્યાયાલયને કામગીરી હુકમ પહોંચે તેમ ન હોય અથવા તે હુકમને તે અધીન ન હોય ત્યારે
Copyright©2023 - HelpLaw