
કોઇ દસ્તાવેજ ઉપર શાખ કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય અને શાખ કરનાર કોઈ સાક્ષી હયાત હોય અને ન્યાયાલયના કામગીરી હુકમને અધીન હોય અને પુરાવો આપવાને શકિતમાન હોય તો તે દસ્તાવેજ થયાની હકીકત સાબિત કરવાના હેતું માટે શાખ કરનાર ઓછામાં ઓછો એક સાક્ષી બોલાવવામાં આવે નહિ ત્યાં સુધી તે દસ્તાવેજનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહિ. પરંતુ જે વસિયતનામું ન હોય અને ભારતના રજીસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ (સન ૧૯૦૮નો ૧૬મો) ની જોગવાઇઓ અનુસાર જેને નોંધાવ્યો હોય તેવો કોઇ દસ્તાવેજ થયાની હકીકતની સાબિતીમાં કોઇ શાખ કરનાર સાક્ષીને બોલાવવાની જરૂર રહેશે નહી સિવાય કે જેણે તે કરી આપ્યાનું તે દસ્તાવેજ ઉપરથી અભિપ્રેત થતું હોય તે વ્યકિતએ તે કરી આપ્યાનો સ્પષ્ટ ઇન્કાર કયો હોય
Copyright©2023 - HelpLaw