સહી લખાણ અથવા સીલની બીજી સ્વીકારાયેલી અથવા સાબિત થયેલી સહીઓ લખાણો અથવા સીલ સાથે સરખામણી - કલમ : 72

સહી લખાણ અથવા સીલની બીજી સ્વીકારાયેલી અથવા સાબિત થયેલી સહીઓ લખાણો અથવા સીલ સાથે સરખામણી

(૧) કોઇ સહી લખાણ અથવા સીલ જેણે તે લખ્યાનું અથવા કરી આપ્યાનું અભિપ્રેત થતું હોય તે વ્યકિત છે કે નહિ તે નકકી કરવા માટે તે વ્યકિતએ લખ્યાની કે કરી આપ્યાની ન્યાયાલયને ખાતરી થાય એ રીતે સ્વીકારાયેલ અથવા સાબિત થયેલ કોઇ સહી લખાણ કે સીલ જે સાબિત કરવાનું છે તેની સાથે સરખાવી શકાશે પછી ભલે તે સહી લખાણ કે સીલ બીજા કોઇ હેતુ માટે રજુ કરવામાં કે સાબિત કરવામાં આવ્યું ન હોય.

(૨) ન્યાયાલયમાં હાજર હોય તે કોઇ વ્યકિતને કોઇ શબ્દો કે આંકડા લખવાનું ન્યાયાલય ફરમાવી શકશે જેથી એ રીતે લખેલા શબ્દો અથવા આંકડા તે વ્યકિતએ લખેલા કહેવાતા શબ્દો અથવા આંકડા સાથે ન્યાયાલય સરખાવી શકશે.

(૩) આ કલમ કોઇ જરૂરી એવા ફેરફારો સાથે આંગળાની છાપોને પણ લાગુ પડે છે.