ડિજિટલ સહીની ખરાઇ અંગેની સાબિતી - કલમ : 73

ડિજિટલ સહીની ખરાઇ અંગેની સાબિતી

જેના દ્રારા ડિજિટલ સહી કર્યા હોવાનું અભિપ્રેત હોય તે વ્યકિતની જ ડિજિટલ સહી છે કે કેમ તે નકકી કરવા માટે ન્યાયાલય

(એ) તે વ્યકિત અથવા નિયંત્રક (કન્ટ્રોલર) અથવા પ્રમાણિત કરનાર સતાધિકારીને ડિજિટલ સહી પ્રમાણપત્ર રજુ કરવા નિદૅશ કરી શકશે.

(બી) કોઇ અનય વ્યકિતને ડીજીટલ સહી પ્રમાણપત્રમાં સુચિબધ્ધ (યાદી) કરેલ પબ્લિક કી લાગુ પાડવા અને ડીજીટલ સહી જેના દ્રારા કયૅ। હોવાનું અભિપ્રેત થતું હોય કે વ્યકિત દ્રારા ખરાઇ કરવા નિર્દેશ કરી શકાશે.