જાહેર અને ખાનગી દસ્તાવેજો - કલમ : 74

જાહેર અને ખાનગી દસ્તાવેજો

(૧) નીચેના દસ્તાવેજો જાહેર દસ્તાવેજો છે

(એ) કાયૅૌ રૂપે હોય અથવા તેમના કાયૅૌના રેકડૅરૂપે હોય તે દસ્તાવેજો

(૧) સાવૅભૌમ સતાધિકારીનો

(૨) સરકારી સંસ્થાઓના અને ટ્રિબ્યુનલોના અને

(૩) ભારતના અથવા કોઇ વિદેશના ધારાકીય ન્યાયિક અને વહીવટી સરકારી અધિકારીઓના કાયૅૌ રૂપે હોય અથવા તેમના કાયોના રેકડૅરૂપે હોય તે દસ્તાવેજો

(બી) ખાનગી દસ્તાવેજોનું કોઇ રાજયમાં અથવા સંઘ રાજયક્ષેત્રમાં રાખવામાં આવેલું જાહેર રેકડૅ

(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ દસ્તાવેજો સિવાયના બીજા તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો છે.