બીજા સરકારી દસ્તાવેજોની સાબિતી - કલમ : 77

બીજા સરકારી દસ્તાવેજોની સાબિતી

નીચે જણાવેલા જાહેર દસ્તાવેજો નીચેની રીતે સાબિત કરી શકાશે

(એ) કેન્દ્ર સરકારના કોઇપણ મંત્રાલયોમાં થયેલા અથવા રાજય સરકારના અથવા કોઇ રાજય સરકારના કોઇ વિભાગમાંના કે સંઘ રાજય ક્ષેત્રના કોઈ વિભાગમાંના કાર્યો હુકમો અથવા જાહેરનામાઓ

(૧) અનુક્રમે તે વિભાગોના વડાઓએ પ્રમાણિત કરેલા તે વિભાગના રેકડૅ ઉપરથી અથવા

(૨) એવી કોઇ સરકારના હુકમથી જે છપાયો હોવાનું અભિપ્રેત થતું હોય તેવા દસ્તાવેજથી સાબિત કરી શકાશે.

(બી) પાર્લામેન્ટ અથવા કોઇ રાજય વિધાનમંડળની કાયૅવાહીઓ અનુક્રમે તે સંસ્થાઓના જનૅલોથી અથવા પ્રસિધ્ધ થયેલા અધિનિયમો અથવા તારીજથી અથવા સબંધિત સરકારના હુકમથી છપાયાનું અભિપ્રેત થતું હોય તેવી નકલોથી સાબિત કરી શકાશે.

(સી) ભારતના રાષ્ટ્રપતિ અથવા કોઇ રાજયના રાજયપાલ અથવા કોઇ સંઘ રાજય ક્ષેત્રના વહીવટકર્તા કે ઉપરાજયપાલે કાઢેલી ઉદ્દઘોષણાઓ હુકમો અથવા રેગ્યુલેશનો સતાવાર રાજયપત્રમાં હોય તેવી નકલો અથવા તારીજથી સાબિત કરી શકાશે.

(ડી) વિદેશની કારોબારીના કાયો અથવા તેના વિધાનમંડળની કાયૅવાહી તેમના અધિકારથી પ્રસિધ્ધ થયેલા અથવા તે દેશમાં સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસિધ્ધ થયેલાં તરીકે સ્વીકારાતાં જનૅલોથી અથવા તે દેશના અથવા રાજયના સીલથી પ્રમાણિત કરેલી નકલથી અથવા કોઇ કેન્દ્રના કોઇપણ અધિનિયમમાં તેમને અપાયેલી માન્યતાથી સાબિત કરી શકાશે.

(ઇ) કોઇ રાજયમાંની મ્યુનિસિપલ કે સ્થાનિક સંસ્થાની કાયૅવાહી એવી કાયૅવાહી કાયદેસરની નોંધ રાખનારે પ્રમાણિત કરેલી તેની નકલથી અથવા એવીવ સંસ્થાના અધિકારથી જે પ્રસિધ્ધ થયાનું અભિપ્રેત થતું હોય તેવા છાપેલા પુસ્તક ઉપરથી સાબિત કરી શકાશે.

(એફ) વિદેશમાંના કોઇ અન્ય પ્રકારના જાહેર દસ્તાવેજો અસલ દસ્તાવેજથી અથવા અસલ દસ્તાવેજોનો કાયદેસર હવાલો ધરાવતા અધિકારીએ તેને વિધીસર પ્રમાણિત કરી છે એવા નોટરી પબ્લિકના અથવા ભારતીય કોન્સલ અથવા રાજનયિક એજન્ટના સીલવાળા પ્રમાણપત્ર સાથેની તે કાયદેસરના રાખનારે પ્રમાણિત કરેલી નકલથી અને તે વિદેશના કાયદા અનુસાર તે દસ્તાવેજના સ્વરૂપની સાબિતી ઉપરથી સાબિત કરી શકાશે.