પ્રમાણિત નકલો ખરી હોવા વિષે માની લેવા બાબત - કલમ : 78

પ્રમાણિત નકલો ખરી હોવા વિષે માની લેવા બાબત

(૧) કોઇ ખાસ હકીકતના પુરાવા તરીકે ગ્રાહ્ય હોવાનું જેને કાયદાથી જાહેર કરવામાં આવ્યુ હોય તેવો અને કેન્દ્ર સરકારના અથાવ કોઇ રાજય સરકારના કોઇ અધિકારીએ જેને વિધિસર પ્રમાણિત કયૅલાનું અભિપ્રેત થતું હોય તે પ્રમાણપત્ર પ્રમાણિત નકલ કે બીજો દસ્તાવેજ હોય તેવો દરેક દસ્તાવેજ ખરો હોવાનું ન્યાયાલય માની લેશે પરંતુ એવો દસ્તાવેજ મહદઅંશે તે અથૅ કાયદાથી ફરમાવેલ રૂપમાં અને તે રીતે થયાનું અભિપ્રેત થતું હોય તેવો હોવો જોઇશે.

(૨) એવા કોઇ દસ્તાવેજ ઉપર જેણે સહી કયૅલાનું અથવા તેને પ્રમાણિત કયૅલાનું અભિપ્રેત થતું હોય તેવો અધિકારી તેણે તે ઉપર સહી કરી હોય ત્યારે તે દસ્તાવેજમાં તેણે દશૅાવ્યા મુજબનો હોદ્દો ધરાવતો હોય એમ પણ નયાયાલય માની લેશે.