પુરાવાના રેકડૅ તરીકે રજુ થયેલા દસ્તાવેજ વિગેરે વિશે માની લેવા બાબત - કલમ : 79

પુરાવાના રેકડૅ તરીકે રજુ થયેલા દસ્તાવેજ વિગેરે વિશે માની લેવા બાબત

કોઇ ન્યાયિક કાયૅવાહીમાં આપેલા અથવા પુરાવો લેવા કાયદાથી અધિકૃત કરેલા કોઇ અધિકારી સમક્ષ કોઇ સાક્ષીએ આપેલા પુરાવાનું અથવા તેના કોોઇ ભાગનું રેકડૅ અથવા યાદી હોવાનું અથવા કાયદા અનુસાર લીધેલું કોઇ કેદી અથવા આરોપીનું કથન અથવા કબુલાત હોવાનું અભિપ્રેત હોય તેવો અને કોઇ ન્યાયાધીશે અથવા મેજિસ્ટ્રેટે અથવા ઉપર જણાવેલા એવા કોઇ અધિકારીએ જેના ઉપર સહી કયૅાનું અભિપ્રેત થતું હોય તે દસ્તાવેજ ન્યાયાલય સમક્ષ રજુ કરવામાં આવે ત્યારે ન્યાયાલય માની લેશે કે

(૧) તે દસ્તાવેજ ખરો છે.

(૨) તે જે સંજોગોમાં થયો હતો તેના વિષે તેના ઉપરથી સહી કરનારી વ્યકિતએ કરેલા હોવાનું અભિપ્રેત થતું હોય તેવા કથનો સાચા છે અને

(૩) તે પુરાવો કથન કે કબુલાત વિધિસર લેવામાં આવી હતી.