ગેઝેટો વતૅમાનપત્રો અને બીજા દસ્તાવેજો વિષે માની લેવા બાબત - કલમ : 80

ગેઝેટો વતૅમાનપત્રો અને બીજા દસ્તાવેજો વિષે માની લેવા બાબત

કોઇ સતાવાર રાજયપત્ર અથવા કોઇ વતૅમાનપત્ર કે જનૅલ હોવાનું અભિપ્રેત હોય તેવો દસ્તાવેજ અને જેને કોઇ વ્યકિતએ રાખવાનું કાયદાથી ફરમાવ્યાનું અભિપ્રેત હોય તેવો દરેક દસ્તાવેજ જો મહદઅંશે કાયદા મુજબ આવશ્યક હોય તે રૂપમાં રાખવામાં આવ્યો હોય અને યોગ્ય હવાલામાંથી રજુ કરવામાં આવ્યો હોય તો તે દસ્તાવેજનું ખરાપણું ન્યાયાલયને માની લેવું જોઇશે.

સ્પષ્ટીકરણ.- આ કલમ અને કલમ-૯૨ના હેતુઓ માટે કોઇ દસ્તાવેજ જો જે જગ્યાએ રાખવો જરૂરી હોય અને જે વ્યકિતની નજર હેઠળ હોવાનું જરૂરી હોય તેવી વ્યકિત દ્રારા તેવી જગ્યાએ રાખવામાં આવેલ હોય તો તે યોગ્ય કસ્ટડીમાં હોવાનું કહેવાશે પણ જે કબ્જો કાયદેસર અસલ હોવાનું સાબિત થયેલ હોય અથવા કોઇ ચોકકસ કેસના સંજોગો એવા હોય કે તે અસલને સંભવિત બનાવતો હોય તો તેવી કોઇપણ કસ્ટડી અયોગ્ય કહેવાશે નહિ.