ઇલેકટ્રોનિક રૂપે ગેઝેટો કે ડિજિટલ રેકડૅ વિશે માની લેવા બાબત - કલમ : 81

ઇલેકટ્રોનિક રૂપે ગેઝેટો કે ડિજિટલ રેકડૅ વિશે માની લેવા બાબત

સતાવાર રાજપત્ર હોવાનું અભિપ્રેત હોય તેવા ઇલેકટ્રોનિક કે ડિજિટલ રેકડૅ અથવા કોઇ કાયદાના આદેશ દ્રારા કોઇ વ્યકિત દ્રારા રાખવામાં આવતા ઇલેકટ્રોનિક કે ડિજિટલ રેકડૅ હોવાનું અભિપ્રેત હોય જો તેવા ઇલેકટ્રોનિક રેકડૅ અથવા ડિજિટલ રેકડૅ કાયદા દ્રારા નિદિષ્ટ નમુનામાં નોંધપાત્ર રીતે રાખવામાં આવેલ હોય અને યોગ્ય કસ્ટડી માંથી રજુ કરવામાં આવેલ હોય તો એવા દરેક ઇલેકટ્રોનિક રેકડૅ અને ડિજિટલ રેકડૅ ખરાં હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.

સ્પષ્ટીકરણ.- આ કલમ અને કલમ-૯૨ ના હેતુઓ માટે કોઇ ઇલેકટ્રોનિક રેકડૅ જો જે જગ્યાએ રાખવું જરૂરી હોય અને જે વ્યકિતની નજર હેઠળ હોવાનું જરૂરી હોય તેવી વ્યકિત દ્રારા તેવી જગ્યાએ રાખવામાં આવેલ હોય તો તે યોગ્ય કસ્ટડીમાં હોવાનું કહેવાશે પણ જે કબ્જો કાયદેસર અસલ હોવાનું સાબિત થયેલ હોય અથવા કોઇ ચોકકસ કેસના સંજોગો એવા હોય કે તે અસલ ને સંભવિત બનાવતો હોય તો તેવી કોઇપણ કસ્ટડી અયોગ્ય કહેવાશે નહી.