મુખત્યારનામા વિશે માની લેવા બાબત - કલમ : 84

મુખત્યારનામા વિશે માની લેવા બાબત

મુખત્યારનામું હોવાનું અને કોઇ નોટરી પબ્લિક અથવા કોઇ ન્યાયાલય ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ ભારતના કોન્સલ કે વાઇસ કોન્સલ અથવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ કરેલો હોવાનું અને તેમણે પ્રમાણિત કરેલો હોવાનું અભિપ્રેત હોય તેવો દરેક દસ્તાવેજ એ રીતે થયાનું અને પ્રમાણિત થયાનું ન્યાયાલયે માની લેવું જોઇશે.