ઇલેકટ્રોનિક રેકડૅ અને ઇલેકટ્રોનિક સહી વિષે માની લેવા બાબત - કલમ : 86

ઇલેકટ્રોનિક રેકડૅ અને ઇલેકટ્રોનિક સહી વિષે માની લેવા બાબત

(૧) સિકયોર (સુરક્ષિત) ઇલેકટ્રોનિક રેકડૅ સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાયૅવાહીઓમાં વિરૂધ્ધનું પુરવાર થાય તે સિવાય જે સિકયોર સ્થિતિ સબંધિત છે તે સિકયો ઇલેકટ્રોનિક રેકડૅમાં કોઇ નિદિષ્ટ સમયથી ફેરફાર થયેલ નથી તેવું ન્યાયાલયે માની લેવું જોઇશે.

(૨) સિકયોર ઇલેકટ્રોનિક સહી સમાવિષ્ટ હોય તેવી કોઇપણ કાયૅવાહીઓમાં વિરૂધ્ધનું પુરવાર થાય તે સિવાય ન્યાયાલયે માની લેવું જોઇશે કે

(એ) સબસ્ક્રાઇબર દ્રારા સહી કરવાના ઇરાદાથી અથવા ઇલેકટ્રોનિક રેકડૅને મંજુરી આપવાના ઇરાદાથી સિકયોર ઇલેકટ્રોનિક સહી કરવામાં આવેલ છે.

(બી) સિકયોર ઇલેકટ્રોનિક રેકડૅ અથવા સિકયોર ઇલેકટ્રોનિક સહીની બાબતમાં હોય તેવા કોઇ કેસ સિવાય ઇલેકટ્રોનિક રેકડૅ અથવા કોઇ ઇલેકટ્રોનિક સહીની અધિકૃતતા અને અખંડિતતા બાબતે આ કલમમાંની કોઇ ધારણા કરવામાં આવશે નહી.